શ્રી ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળ, સુરત

ધંધુકા, બરવાળા અને રાણપુર તાલુકાના સુરતમાં વસતા પટેલ જ્ઞાતિનાં બધુઓમાં ભાઈચારો વધે, સંગઠન મજબુત બને, એકબીજાનાં સહકારથી સર્વાંગી વિકાસ થાય, દરેક વ્યક્તિમાં રહેલી સુષુપ્ત શક્તિ જ્ઞાતીબંધુઓના જીવન વિકાસમાં મહત્તમ ઉપયોગી થાય એવા શુભ હેતુથી શ્રી ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળની શરૂઆત ૧૯૮૨થી થઇ હતી.


અલ્પ સંખ્યાથી શરૂઆત કરનાર મંડળમાં સન ૨૦૧૧ એટલે કે આજની તારીખે ૩૭૦૭ જેટલા સભ્ય કુટુંબ જયારે એકસાથે ભેગા થાય છે ત્યારે ખરેખર પવિત્ર નદીના ત્રિવેણી સંગમ જેવો માહોલ બનતો હોય છે. ત્રણ તાલુકાના પરિવારો સાથે મળીને પોતાના વિચારોની આપ લે કરે છે, નવી નવી સામાજિક પ્રવૃત્તિ માટેના વિચાર વિમર્શ કરે છે, અને એકબીજાને આર્થિક કે માનસિક હુંફ આપીને સાથે અન્ન લઈને મનમેળ વધારવાનો પ્રયત્ન કરે છે.


ઉદ્દેશ

  • પરસ્પર સહકારની ભાવના કેળવવી.
  • પ્રગતિ મંડળના સભ્ય કુટુંબોના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગી પાઠ્ય પુસ્તકો તથા ફી ની સહાય કરવી.
  • પ્રગતિ મંડળના સભ્યોને ગંભીર માંદગીના સમયે દવા, ફ્રી મેડીકલ ચેકઅપ વગેરે જરૂરિયાતો પૂરી કરી ઉપયોગી થવું.
  • પ્રગતિ મંડળના સભ્યોને કોઈ કુદરતી આફત, અકસ્માત વગેરે જેવી મુશ્કેલી આવી પડે અથવા સારા નરસા પ્રસંગો આવે ત્યારે મદદરૂપ થવું.
  • મંડળના સભ્યોને ખાસ કિસ્સામાં આર્થિક મદદની જરૂર હોય તો સહાય કરવી.
  • વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ અંગે માર્ગદર્શન આપવું.
  • બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસનું આયોજન કરવું.
  • મહિલાઓમાં જાગૃતિ લાવવી.
  • ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી.
  • સમાજની વિધવા બહેનોના બાળકોના અભ્યાસ માટે મદદરૂપ થવું.
  ADD