પ્રમુખશ્રીનું નિવેદન...

શ્રી દિલીપભાઈ ભગવાનભાઇ મોણપરા (નાવડા)

નમસ્કાર,

શ્રી ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળની શરૂઆત આપણા વડીલ આગેવાનો એ ૧૯૮૨ માં સુરત ખાતે રહેતા તાલુકાના અલ્પ પરિવારોમાં પરસ્પર સહકાર અને સંગઠનની ભાવના કેળવાય તેમજ એકબીજાને પારિવારિક હુંફ મળી રહે તેવા શુભ આશયથી કરી તે દીર્ઘદ્રષ્ટા આગેવાનોનો હું અંત:કરણ પૂર્વક આભાર માનું છુ. કારણ કે નાનકડું બીજ રોપીને આજે ૩૭૦૭ પરિવારોનું વિશાલ વટવૃક્ષ બની શક્યું અને તે પરિવારોની માહિતી એકત્રિત કરી “પારિવારિક સેતુ” ની ચતુર્થ આવૃત્તિ આપની સમક્ષ રજુ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છુ.


માતા-પિતા, વડીલો અને સામાજીક રીતરીવાજો થાકી બાળક નું ઘડતર થાય છે. સાથો સાથ સમયની જરૂરિયાત મુજબ શિક્ષણની ભુખ ને પૂર્ણ કરવા શરૂઆતથી લઈને આજ દિન સુધી સ્ટેશનરી-ઇનામ વિતરણ અને શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારોના આયોજન માટે થતા ખર્ચની રકમ આજીવન દાતાશ્રીઓં તરફથી મળતી રહે તેવું આયોજન કર્યું તે બદલ સૌ દાતાશ્રીઓને અભિનંદન.


કુદરત ની ગતિ ને કોઈ જાની શકતું નથી. તેથી સુરત અને વતન માં આવેલ પ્રચંડ પુર વખતે કુટુંબ અને વેપારધંધાની પરિસ્થિતિને ધ્યાન માં લઇ દાતાશ્રીઓ દ્રારા આપેલ દાનને સામાજિક હુંફ ગણીએ તેજ તાલુકા મંડળ ની તાસીર છે. તેમજ મંદીના માહોલ વખતે શૈક્ષણિક ખર્ચની અંશત: જવાબદારી ઉપાડી લેનાર દાતાશ્રીઓના ઉદાર લાગણીશીલ સ્વભાવની નોંધનીય બાબત છે.


અંતમાં આગામી વર્ષોની પરિસ્થિતિને ધ્યાન માં લઈ મોટાભાગના પરિવારો કતારગામ-વેડરોડ વિસ્તારમાં રહે છે તેમને ત્યાં આવતા સામાજિક પ્રસંગોમાં ઉપયોગી બને તે હેતુસર મલ્ટીપર્પઝ હોલ તેમજ તાલુકા મંડળ ની આધુનિક ઓફીસ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને કન્યા રીડીંગરૂમ જેવી પ્રવૃતિઓ માટે તાલુકા મંડળ સંચાલિત ભવ્ય-ભવનનું નિર્માણ થાય તેવી મારી અંતરની ઈચ્છાને સૌ દાતાશ્રીઓ સાથ સહકારથી સાકારિત કરીએ તેવી મારી નમ્ર અપીલ.ઉપપ્રમુખશ્રીનું નિવેદન...

ડૉ. સંજય જી. ડુંગરાણી (રોજીદ)

જય સરદાર,

પોતાના બાળપણની સ્મૃતિઓને વતનભૂમિ પર છોડી, તાપી તટે વસેલા સુરતને કર્મભુમી બનાવી સૌ તાલુકાવાસી જ્ઞાતિજનોએ પાટીદારોને છાજે તેવું કર્મ કરી દરેક વ્યવસાયોમાં અગ્રીમ સ્થાન મેળવ્યું અને આપણા ભવ્ય વારસાગત સંસ્કારોનું જતન કર્યું તેમજ સાબિત કર્યું કે એકબીજા માટે સત્કાર્યોમાં ખુપી જવું અને જરૂર પડ્યે ખપી જવું એ જ પાટીદારોની તાસીર છે.


પોતાના વતનમાં પડતી ખેતીની મુશ્કેલીઓ ચેકડેમની પ્રવૃત્તિ દ્રારા દુર કરી, નિરક્ષરતાની ઉણપને દુર કરવા શાળાઓના નિર્માણ કાર્ય કર્યા અને વતનમાં વડીલોની શારીરિક તંદુરસ્તી માટે અને માર્ગના અકસ્માતના ભોગ બનતા રાહદારીઓ માટે આરોગ્ય સેવા કાજે હોસ્પિટલ બનાવીને વતનનું ઋણ અદા કર્યું તે માટે સૌ દાતાશ્રીઓને ધન્યવાદ.


શિક્ષણ દ્રારા જ સમાજની કાયાપલટ થશે તેવા વિચારોને લીધે જ સુરત શહેરમાં ક્યાય કાર્યરત નથી તેવો બેનમુન આધુનિક “શ્રી પદમશીભાઈ હરિભાઈ કરોદરીયા રીડીંગ હોલ” કેટલાય વિદ્યાર્થીઓના જીવનમાં સીમાચિહ્ન બની પ્રકાશ પથારી રહ્યો છે. અને અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. તે માટે દાતા પરિવારો ને લાખ લાખ અભિનંદન સામાજિક વ્યવસ્થામાં વિધવા બહેનો ગૌરવભેર પોતાનું જીવન જીવી પરિવારને ભણાવી શકે તે માટે વિધવા સહાય તેમજ ઉચ્ચ શિક્ષણ માટે વગર વ્યાજની લોન આપીને મંડળ દ્રારા પ્રયત્નો થાય છે. તેમાં દાતાશ્રીઓની ઉદાર ભાવના જ કેન્દ્ર સ્થાને છે.


અંતમાં છેલ્લા વર્ષોથી ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા ક્યાય કોઈની લાગણી દુભાણી હોય તો આ તબક્કે ક્ષમા સાથે સહકારની અપેક્ષ સહ.
મંત્રીશ્રીનું નિવેદન...

શ્રી અશોકભાઈ પ્રાગજીભાઈ વિરડીયા (ઢાઢોદર)

સ્નેહીજનો,

શ્રી ધંધુકા તાલુકાના ભોગોલિક રીતે ભલે ત્રણ વિભાજન થયા પણ મનના વિચારોના મન મેલ ને કારણે આજે પણ આપણે સૌ ધંધુકા તાલુકાના જ વતની છીએ. એ વાત સહકાર-સંગઠન અને પરસ્પર-સમજણને ચરિતાર્થ કરે છે. યુવાધન એ સમાજ ની સાચી ચાવી છે, તેથી યુવાનોમાં રહેલી શક્તિને યોગ્ય દિશા સાથે સુમેળ કરાવવા “યુવા બ્રિગેડ” ની રચના કરી છે તેને વડીલોના સાથ સહકારથી આર્થિક સજ્જતા, અને પ્રેમભાવના વડે પ્રગતિશીલ કરાવીએ એજ યુવાનો માટે સાચો રાહ બની રહેશે.


રક્તદાન,ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃતિને વેગ મળે તેવા પ્રયાસો કરીએ. શિક્ષિત યુવાધન વ્યસન અને ફેશન થી દુર રહે તેમજ વડીલો પ્રત્યે પોતાની ફરજ નિભાવે તો જ સાચું શિક્ષણ મેળવ્યું ગણાશે. તેમજ દરેક આયોજનમાં મારા સૌ સાથી સહકાર્યકર્તાઓના સાથ સહકારને બિરદાવું છુ. તેમજ મારા પર મુકેલી જવાબદારીનું વહન કરતા ક્યાય જાણે અજાણ્યે ભૂલ થઇ ગઈ હોય તો આ તબક્કે ક્ષમા માંગું છુ.


  ADD